
સંસ્થા તથા શાળા વિશે માહિતી
अलब्धं चैव लिप्सेत लब्धं रक्षेदवेक्षया I
रक्षितं वधयेत्सम्यग् वृद्धां तीर्थेषु निक्षिपेत् हितोपदेश II
સંસ્થાનો ઈતિહાસ
“જે હતું જ નહીં એની સંપ્રાપ્તિ કરી જે પ્રાપ્ત કર્યું એનો સંવર્ધન કરવા, સફળ આયોજન કર્યું અને એ સર્વનું શૈક્ષણિક તીર્થ સ્થાનોમાં સમર્પણ કર્યું.”
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઇતિહાસમાં હિતોપદેશનું આ સુભાષિત પૂર્ણપણે બંધબેસતું છે.દાહોદના પછાત વિસ્તારની આ પ્રજાને પ્રાથમિક થી માંડીને માધ્યમિક શિક્ષણની તમામ સંપ્રાપ્તિ થઈ, અને એનો ઉત્તરોત્તર ઉચ્ચ શિક્ષણ સુધીનો આજની ભાષામાં કહીએ તો KG થી PG સુધીના શિક્ષણનો નવતર વિકાસ થતો ગયો અને એ સંદર્ભે અત્યારે લગભગ જેટલા શિક્ષણ તીર્થો ભવનોનું અને જ્ઞાન સંવર્ધન કેન્દ્રોનું નિર્માણ થયું. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચતર શિક્ષણની એક પારંપરિક દ્રષ્ટિ સાથે નવા અવાર્ચન યુગની આધુનિક અને વૈજ્ઞાનિક જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને નગરમાં જ્ઞાન સમૃદ્ધિનું વર્ધન થયું. સોસાયટીની આ નુતન વિકાસ ગાથા ના પ્રત્યેક નિર્માણ અને સંશોધને નવી વિકાસ દિશાઓ માટે નવા નવા સૂત્ર ધારોના વિધાયક દ્રષ્ટિકોણ નો સરવાળો ઉમેરાતો ગયો. સંસ્થાની ઉન્નતિ હેતુ સતત કાર્યરત ઊંડાણપૂર્વકની સમજણ ધરાવતા વ્યક્તિ વિશેષોની દ્રષ્ટિ પ્રાપ્ત થતી રહી છે. એ આ સંસ્થાનું સંચિત પુણ્ય કર્મ છે.
સંસ્થા મંડળ વિશે માહિતી
DAMSES એક બિન-સરકારી સંસ્થા તરીકે કામ કરે છે. જે તેના આશ્રય હેઠળ 32 શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે. જે પૂર્વ-શાળા સ્તરથી અનુસ્નાતક સ્તર સુધીનું શિક્ષણ આપે છે, જેમાં માનવતા, વિજ્ઞાન, વાણિજ્ય તેમજ કાયદા સહિતની વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે. DAMSES માત્ર પરોપકારી સંસ્થાઓ અને વ્યક્તિઓની ચેરિટીના આધારે ટકી રહી છે અને વિકાસ પામી છે,દાહોદ અને નજીકના ગ્રામ્ય વિસ્તારની સૌથી મોટી પરોપકારી સંસ્થામાંની એક બની છે. તેની શરૂઆતથી, DAMSES નું સંચાલન કેટલાક પ્રતિષ્ઠિત શિક્ષણવિદો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે જેઓ ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવે છે અને તેમણે મૂલ્ય આધારિત શિક્ષણ માટે મજબૂત પાયો નાખ્યો છે. તેના બંધારણમાં સમાવિષ્ટ તેનો ઉદ્દેશ્ય લોકોમાં ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓમાં પોસાય તેવા ખર્ચે શિક્ષણનો ફેલાવો કરવાનો છે.

સંસ્થાનું ગીત
નિત મંત્ર જેમ રટિયે સોસાયટીનું સંકુલ,
નિત પ્રાણ જેમ શ્વસિયે સોસાયટીનું સંકુલ.
વિદ્યાનું આ તીરથ છે સંસારનું છે ઉપવન,
શ્રદ્ધા ને ભક્તિ કેરું બારેય માસ ગુંજન.
એના ગગન વિહારે ઉન્નત અમારાં તનમન,
ગિરધરનાં જેવું નિર્મળ છે આપણું તપોવન.
પૂજા ને કાજ જાણે બાંધ્યા અનેક દેરા,
કાબા ને કાશી કેરા સંકુલ કરાવે ફેરા.
શિક્ષણનું દિવ્ય સંકુલ સોસાયટીનું સંકુલ,
છે આપણું જ ગોકુળ સોસાયટીનું સંકુલ.
નિત મંત્ર જેમ રટિયે સોસાયટીનું સંકુલ,
નિત પ્રાણ જેમ શ્વસિયે સોસાયટીનું સંકુલ
હાલના પદાધિકારીઓ
કેમ્પસ લિસ્ટ
શ્રી ગિરધરનગર કોલેજ સંકુલ ઝાલોદ રોડ,દાહોદ (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ)
શેઠશ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર(પી.ટી.સી. કોલેજ)
શેઠશ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર(પી.ટી.સી. કોલેજ)

જયાબેન અને રસીકલાલ કોલેજ ઓફ એજ્યુકેશન (બી. એડ. કોલેજ)
READ MOREજયાબેન અને રસીકલાલ કોલેજ ઓફ એજ્યુકેશન (બી. એડ. કોલેજ)

ઇન્દુભાઈ શેઠ લો કોલેજ
ઇન્દુભાઈ શેઠ લો કોલેજ

સુરશીલા વિમેન્સ હોસ્ટેલ
સુરશીલા વિમેન્સ હોસ્ટેલ

નવજીવન વિદ્યા સંકુલ, દાહોદ (પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક સંસ્થાઓ)
સ્વનિર્ભર પૂર્વપ્રાથમિક શાળા
સ્વનિર્ભર પૂર્વપ્રાથમિક શાળા

સ્વનિર્ભર પ્રાથમિક શાળા
સ્વનિર્ભર પ્રાથમિક શાળા

સ્વનિર્ભર માધ્યમિક શાળા
સ્વનિર્ભર માધ્યમિક શાળા

બોનજીબહેન શિશુ વિદ્યા વિહાર
બોનજીબહેન શિશુ વિદ્યા વિહાર

શાંતાબેન નૂતન વિદ્યા વિહાર
શાંતાબેન નૂતન વિદ્યા વિહાર

આર.પી. તથા આર.આર. વિદ્યા વિહાર
આર.પી. તથા આર.આર. વિદ્યા વિહાર

છો.જા. નૂતન પ્રાથમિક શાળા
છો.જા. નૂતન પ્રાથમિક શાળા

આર.પી. અગ્રવાલ પ્રાથમિક શાળા
આર.પી. અગ્રવાલ પ્રાથમિક શાળા

એન. ઈ. જીરૂવાલા પ્રાથમિક શાળા
એન. ઈ. જીરૂવાલા પ્રાથમિક શાળા

અર્બન પ્રાથમિક શાળા
અર્બન પ્રાથમિક શાળા

હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા
હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા

એમ.વાય.હાઇસ્કૂલ
એમ.વાય.હાઇસ્કૂલ

આર. એન્ડ એલ. પંડયા હાઇસ્કૂલ
આર. એન્ડ એલ. પંડયા હાઇસ્કૂલ

હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા
હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા

સુરેશ શેઠ વિદ્યા સંકુલ રળીયાતી રોડ,દાહોદ (અંગ્રેજી માધ્યમની સંસ્થાઓ)
શશીધન ડે સ્કુલ
શશીધન ડે સ્કુલ

નવજીવન સ્નાનાગાર
નવજીવન સ્નાનાગાર





