Logo
Hero Section Background

સિદ્ધિઓ

અમારી શાળાની સિદ્ધિઓ અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમર્પણ અને સખત મહેનતને દર્શાવે છે. અમારા સમુદાયને અસાધારણ બનાવે તેવા માઇલસ્ટોન્સનું સન્માન કરવામાં અમારી સાથે જોડાઓ.

શાળાની સિદ્ધિઓ

બેસ્ટ સ્કુલ ઓફ ગુજરાત
બેસ્ટ સ્કુલ ઓફ ગુજરાત
સાતમો ગણિત મહોત્સવ
સાતમો ગણિત મહોત્સવ
ખો-ખો સ્પર્ધામાં પ્રથમ
ખો-ખો સ્પર્ધામાં પ્રથમ
ડાન્સમાં બીજો નંબર
ડાન્સમાં બીજો નંબર
ગણિત મોડલમાં બીજો નંબર
ગણિત મોડલમાં બીજો નંબર
સર્વતોમુખી પ્રતિભા પદક બીજો નંબર
સર્વતોમુખી પ્રતિભા પદક બીજો નંબર
ગાંધી વિચાર સંસ્કાર
ગાંધી વિચાર સંસ્કાર
ગણિત વિજ્ઞાન પ્રદર્શન
ગણિત વિજ્ઞાન પ્રદર્શન
નેશનલ બેસ્ટ સ્કુલ
નેશનલ બેસ્ટ સ્કુલ
ગણિત વિજ્ઞાન પ્રદર્શન( જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર )
ગણિત વિજ્ઞાન પ્રદર્શન( જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર )
મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન
મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન
ગણિત વિજ્ઞાન પ્રદર્શન
ગણિત વિજ્ઞાન પ્રદર્શન

ગુજરાત રાજ્ય બોર્ડની જાહેર પરીક્ષાનું શાળાનું જળહળતું પરિણામ

સ્વનિર્ભર માધ્યમિક શાળા

શાળા ધોરણ-10 નું પરિણામ

ક્રમ.શાળાનું પરિણામવર્ષશાળાના પ્રથમ વિદ્યાર્થીનું નામટકા
196.15%2008અનમોલ સંજીવકુમાર કોઠારી93.08%
294.73%2009જૈનેન્દ્ર બ્રીજકુમાર જૈન89.69%
396.23%2010સચીન ધુળાભાઈ ડીંડોર90.46%
4100%2011ધ્રુવીલ કલસીંગભાઈ ડામોર94.60%
5100%2012કેની સંજયકુમાર સેની91.20%
6100%2013બંસીતા અલ્કેશકુમાર પટેલ95.00%
7100%2014નિહાલ કલસીંગભાઈ ડામોર92.83%
878.38%2015તાહેર સૈફીભાઈ મહુડવાલા80.16%
995.55%2016સિધ્ધી ધોતી મુકેશકુમાર91.83%
1096.87%2017વિધિ દિપકકુમાર કુકરોલિયા87.66%
1196.67%2018ઉત્પલ કમલેશભાઈ ભાભોર92.67%
12100.00%2019જીનલ કાંતિલાલ પટેલ95.50%
1398.44%2020કાવ્યંશ મિતેશભાઈ સોલંકી88.02%
14100%2021દિયા સંજયકુમાર પટેલ94.17%
1590.83%2022પ્રિન્સી સતીષકુમાર પટેલ95.83%
1694.50%2023ધાર્મિક સલુભાઈ ડામોર92.33%
17100%2024રાઠોડ વૃતાંશ બળવંતભાઈ97.83%
18100%2025બારીયા યુગકુમાર મહેશભાઈ97.17%

વિદ્યાર્થી સિદ્ધિઓ

વર્ષ : ૨૦૨૦-૨૧

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિદ્યાર્થી ઘરે રહીને પ્રવૃત્તિ કરે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવેલ છે.

વિષય :- “પ્લે એટ હોમ”

(૧) પંચાલ કાશિષ પ્રકાશભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ

(૨) દંતાલિયા જીનલ રીચાર્ડ જિલ્લા કક્ષાએ દ્વિતીય

તા.૨૭-૦૧-૨૦૨૧ ના રોજ તાલુકા કક્ષાના પ્રથમ રમકડા મેળાનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં બાલમંદિર થી ધોરણ ૮ ના ૫ શિક્ષકોએ ભાગ લઈ પોતાનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

વર્ષ : ૨૦૨૨-૨૩

તારીખ:-૩૦/૦૮/૨૦૨૨ને મંગળવારના રોજ કલા મહાકુંભમાં તાલુકાકક્ષાએ મોડેલ સ્કુલ ખરેડી ખાતે શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં લોકગીતમાં શાળાના શિક્ષકનો પ્રથમ નંબર તેમજ વિદ્યાર્થીઓનો વકતૃત્વ સ્પર્ધા દ્વિતીય,એકપાત્રીય અભિનયમાં દ્વિતીય તેમજ લોકગીત અને નિબંધ સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.

તારીખ:-૦૩/૧૦/૨૦૨૨ને સોમવારના રોજ જિલ્લા કક્ષાએ લીમખેડા મુકામે બાળ પ્રતિભા શોધ હરીફાઈમાં અમારી શાળના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં નિબંધ સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓ પ્રથમ,વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ તેમજ સર્જનાત્મક કારીગરીમાં પ્રથમ અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.

વર્ષ : ૨૦૨૩-૨૪

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત ૧૭ માં ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં અમદાવાદખાતે શાળાના ૫ વિદ્યાર્થીઓ અને ૧ શિક્ષકે ભાગ લીધેલ હતો. જેમાંથી ૨ વિદ્યાર્થીઓ મોડલ પ્રેઝેન્ટેશન માં રાજ્યકક્ષાએ તૃતીય નંબર મેળવેલ છે તથા શાળાના શિક્ષક શ્રી ગૌરાંગભાઈ દેસાઈ ઇનોવેશન મેથ્સ ટેકનીક પ્રેઝન્ટેશનમાંરાજ્ય કક્ષાએ દ્રિતીય નંબર પ્રાપ્ત કરી પ્રમાણપત્ર અને ટ્રોફી મેળવેલ છે.

ખેલમહાકુંભ માં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિવિધ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓ એ કુલ ૪૧૨૫૦/- રૂપિયા રોકડ ઈનામ મેળવેલ છે.

શિક્ષકશ્રીના વિચારો

ગૌરાંગ કે. દેસાઈ

મારા મત મુજબ શિક્ષકના વિચારો શિક્ષણ માટે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે તે વિધાર્થીઓને ને પ્રેરણા આપે છે અને તેમની વિકાસયાત્રાને દિશા આપે છે. શિક્ષકનું માનવું હોય છે કે શિક્ષણ માત્ર પુસ્તકોની મર્યાદિત જ્ઞાન પૂરતું નહીં પરંતુ વ્યાવહારિક જીવનમાં પણ ઉપયોગી હોવું જોઈએ.શિક્ષણ, એ માત્ર પુસ્તકોના જ્ઞાન પુરતું સીમિત ન રેહવું જોઈએ,(આઉટ ઓફ બુક – રેન્જ – બોક્સ). શિક્ષણનો હેતુ પાઠ્યપુસ્તકમાં રહેલા જ્ઞાન શીખવાડવાનો નથી, પરંતુ વિધાર્થીઓને શિક્ષણ થકી શિસ્ત, આત્મ – વિશ્વાસ, ચિંતન શક્તિ, નવીનતા અને અન્ય પ્રત્યે સહાનુભુતિ (માનવતા) ના મુલ્યો શીખવીને આત્મનિર્ભર બનાવીને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ વિધાર્થીઓને માત્ર નોકરી માટે નહીં પણ સમાજ માટે જવાબદાર નાગરિક બનાવવું જોઈએ. એક સારા શિક્ષકનો ઉદ્દેશ શિષ્યની અંતર્ગત ક્ષમતાઓને ઓળખીને તેને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો હોય છે.શિક્ષણ થકી જ સમાજ અને દેશમાં ક્રાંતિકારી પરિવર્તનો અને વિકાસ થઇ શકે છે. એક શિક્ષકનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ તેમના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.શિક્ષણમાં ક્રાંતિ માટે શિક્ષણ પદ્ધતિમાં એટલે કે શીખવાડવાની પદ્ધતિમાં પરિવર્તનનો છે.

જે માટે નીચે મુજબની પદ્ધતિઓ અપનાવી શકાય.

જૂથ કાર્ય : વિધાર્થીઓ જૂથમાં કાર્ય કરીને શીખે.

અનુસંધાન આધારિત કાર્ય : વિધાર્થી સ્વતંત્ર રીતે સંશોધન કરે.

ટેકનોલોજી આધારિત શિક્ષણ : ઓનલાઈન શિક્ષણ, મોબાઈલ એપ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, સ્માર્ટબોર્ડ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો શિક્ષણમાં ઉપયોગ

ગેમીફિકેશન : શિક્ષણને રમત જેવું બનાવો.

શિક્ષક અને વિધાર્થીને આ બધા કાર્યો માટે નિરંતર પ્રોત્સાહન આપવું.

નિકુંજ પટેલ

     શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે.

હેતલબેન સોલંકી

શિક્ષણ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસનું સાધન છે.

* શિક્ષણ વ્યક્તિને સ્વતંત્ર અને જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરે છે.

* શિક્ષણ વ્યક્તિના વિચારો, કુશળતા અને વર્તનને આકાર આપે છે.

* શિક્ષણ એવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં ઉપયોગી નીવડે.

     શિક્ષણએ મનુષ્યની એક અનન્ય ગુણવત્તા છે. શિક્ષણ થકી જ મનુષ્ય પ્રગતિના શિખરે પહોંચેછે. આપણા વ્યક્તિત્વને પરિપૂર્ણ કરવા માટે અને આ વિશ્વને સંપૂર્ણપણે સુખમય અને સર્મુધ્ધ બનાવવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે. સામાન્ય રીતેશિક્ષક, ગૃહિણી, માતાપિતા, ખેડૂત, વહીવટીદાર, વેપારી, ધર્મગુરૃ, સૈનિક, કલાકાર, કારીગર, રાજકારણીઓ શિક્ષણની પરિભાષા જુદી રીતે કરતા હોય છે.

     એટલે શિક્ષણની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. વિશ્વના કેટલાક ચિંતકો અને મહાપુરૃષોએ શિક્ષણની જે વ્યાખ્યા રીતે માંથી કેટલીક અહી પ્રસ્તુત છે.

    આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય એવા મનુષ્યના નીત નવા વિચારોને લોકો સમક્ષ મુકવા. શિક્ષણ એ સ્વસ્થ શરીરમાં રહેલા સ્વસ્થ મનની એવી અવસ્થાછે જે મનુષ્યની કાર્યક્ષમતાને ઉજાગર કરે છે. ખાસ કરીને તેના મસ્તિષ્ક ને કે જેથી તે પરમસત્યને પામી શકે અને સત્યની સાત્વતા અને સુંદરતાને પામી પોતાનું જીવન સુખમય બનાવી શકે. મનુષ્યને ઇશપરાયણતાની અનુભૂતિ કરાવવાનું નામ શિક્ષણ છે.

    મારા મતે શિક્ષણ એવું હોવું જોઇએ જે બાળક અને વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠબનાવે.

તેજલ. વી. વાળંદ

* શિક્ષણ વિદ્યાર્થીઓના ક્રિએટિવિટી અને નવીનતાને પ્રોત્સાહિત કરવું જોઈએ.

* વિદ્યાર્થીઓને સક્રિય રીતે શીખવાની તક આપવી જોઈએ.

* શિક્ષણ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જીવનભર ચાલુ રહેવું જોઇએ .

* વિદ્યાર્થીઓ માતૃભાષામાં પ્રભુત્વ કેળવે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

મિતલબેનપટેલ

* શિક્ષણથી શ્રેષ્ઠ સમાજનું ઘડતર થાય છે. અને શ્રેષ્ઠ ઘડતરથી શ્રેષ્ઠ દેશ નિર્માણ થાયછે.

* શ્રેષ્ઠ દેશનું ઘડતર કરવા માટે એક શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ કરવાનું કામ ફક્ત શિક્ષક જ કરી શકે છે.

* સારા શિક્ષણમાટે શિસ્ત અને નિયમિતતા મહત્વનો ભાગ ભજવે છે.

પ્રિયંકા ધીંગા

* ભાર વિનાનું ભણતર

* બાળકોના બાળપણને ધ્યાનમાં રાખીને શિક્ષણ.

* બાળકોનું જીવન પુસ્તકિયું અને ગોખણપટ્ટીવાળું ન બનાવવું.

* બાળકોમાં દુનિયાદારીની સમજ કેળવવી.

* જીવન નિર્વાહ માટેનું વ્યવહારિક શિક્ષણ પૂરું પાડવું.

હર્ષરાજ મક્વાણા

વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણ ખૂબ જ ઉત્સાહ આનંદ અને સમજપૂર્વકનું હોવું જોઈએ. શિક્ષકે બાળકો સાથે બાળક બનીને શિક્ષણ આપવું જોઈએ. નાના બાળકોને રમતો વેશભૂષા દ્વારા શિક્ષણ આપવાથી તેમનામાં રહેલી કળા વિકસાવી શકાય. બાળકોને વાર્તા, ઉખાણાં જોડકણાંથી અપાતુ શિક્ષણ તેમના વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે.

મયુરી પરમાર

શિક્ષણથી વ્યક્તિને આંખ અને પાંખ મળે છે. આંખ એટલે એક નવો દ્રષ્ટિકોણ અને પાંખ એટલે નવી દિશા. જીવન જીવવાની કળા શીખવે તે શિક્ષણ. ગુજરાતી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા દ્વારા વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ સચોટને યોગ્યરીતે કરી શકે. માતૃભાષા ભાષા વડે જે જ્ઞાન આપવાનું છે તેની ગુણવત્તા વધારી કાર્યક્ષમતા સાદીને સરળ બનાવી શકાય. એટલે જ્ઞાન માતૃભાષામા જ આપવું જોઈએ.

રેણુકા સોલંકી

ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ જે વિદ્યાર્થીઓના રસ, રુચિ, ક્ષમતાઓને સમજે અને વિકસાવે. વિદ્યાર્થી, સમાજઅને રાષ્ટ્રનો વિકાસ કરતું શિક્ષણ.

શિક્ષણ માતૃભાષા પર વધુ ભાર આપે તેવું હોવું જોઈએ.

શિક્ષણમાં વિદ્યાર્થીઓના જીવન ઉપયોગી અને સંસ્કરણ લગતા મુદ્દા.

શિક્ષણમાં આવતા અઘરા મુદ્દા જીવન સમજાવી શકાય તેવા પ્રયત્ન હોવા જોઈએ.

વધુ પડતું વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાથી શિક્ષણ ગોખણીયું બની જાય છે.

પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓનો માનસિક ભાર હળવો રાખે હોવું જોઈએ.

પાઠમાં આવતા અઘરા મુદ્દા ટી.એલ.એમ દ્વારા સમજાવવામાં આવે છે. તેનું વધુમાં વધુ પુનરાવર્તન થવું જોઈએ. વિષય- ગણિત,ગુજરાતી

પ્રિયંકા પ્રજાપતિ

શિક્ષકોએ પોતાના પ્રતિભાવને પ્રગટા સતત સક્રિય રહેવું જોઈએ શૂન્ય માંથી સર્જન કરવું હોય.

શિક્ષકનો વિષય બાળક માટે બોજ નહીં પણ આનંદદાયી હોવું જોઈએ.

શાળામાં સતત બાળકોનું મૂલ્યાંકન કસોટીઓ જોડકણા ઉખાણા દ્વારા કરવું જોઈએ.

વર્ગખંડમાં બાળક કંટાળવું ન જોઈએ તે માટે શિક્ષકે અવારનવાર હસ્ત કલા, છાપકામ, અભિનયગીતો વગેરે પ્રવૃતિઓકરાવવીજોઈએ.

ભાષા બાળકના ભાવત્મકવિકાસ માટે જરૂરી છે.

પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓનો માનસિક ભાર હળવો રાખે હોવું જોઈએ.

પ્રિયંકા પુરોહિત

* શારીરિક અને માનસિક તાણમુક્ત શિક્ષણ.

* ટીવી અને મોબાઈલનો શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ.

* શિક્ષણ લખવા-વાંચવા પૂરતું સીમિત ન હોવું જોઈએ.

* શાળાનું વાતાવરણ મનમોહક તેમજ શિક્ષકોનું વર્તન નિખાલસ હોવું જોઈએ.

* ગણિતમાં ઉદાહરણનો વધુ ઉપયોગ કરવો.

* ગુજરાતી જેવા વિષયમાં નાટક દ્વારા શિક્ષણ પૂરુંપાડવું.

* શિક્ષણને મર્યાદિત ન કરતા અનંત બાબતો સાથે સાંકળી લેવું.

કીમી દેસાઈ

બાળકોમાં વિવિધ કૌશલ્યના વિકાસ માટે તેમના સર્વાંગી વિકાસ બુદ્ધિ અને હૃદયની શક્તિ તરફ દોરી જવામાટે

બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃતિ ને વધારવા વિદ્યાર્થીઓને નવીનતા મને પ્રમાણભૂત માહિતી આપવા માટે ભાષા અક્ષર જ્ઞાન બાળકના ભાવાત્મકનો વિકાસ માટે જરૂરીછે તે માટે વાલી શિબિર યોજી ગુજરાતી વિષયનીવધારીશકાય

બદલાતા સમય સાથે મોબાઈલના નકારાત્મક વલણને દૂર કરવા લાઇબ્રેરી ઉભી કરી શકાય

દિના પટેલ

* શિક્ષણ વિદ્યાર્થીને કર્માવી નાખે એવું નહીં પરંતુ તેનો સર્વાંગી વિકાસથાય તેવું હોવુંજોઈએ.

* માણસને ખીલવે તેવી કેળવણી હોવી જોઈએ મુરઝાવી નાખે તેવી નહીં.

* શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ.

* વર્ગ શિક્ષણ ફક્ત માહિતી આધારિત નહીં પરંતુ જીવનકૌશલ્યનેખીલવે તેવું હોવું જોઈએ.

* શિક્ષકનોઅર્થ :- સિદ્ધ, ક્ષમા અને કરુણા છે. આ ત્રણ શબ્દો શિક્ષકની અંદર હોયતો શિક્ષણ આપવામાં શિક્ષકને રસ પડે, અને વિદ્યાર્થીને શિક્ષણ લેવામાં રસ પડે.

* શિક્ષક એ સમાજના વિકાસનો આધારછે ,શિક્ષક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં આદર્શોનું સ્થાપન કરે છે.

અજય પરમાર

શિક્ષણમાં બાળકના સર્વાંગીણ વિકાસનું ઘણું મહત્વ છે. એજ શિક્ષણમાં જ્ઞાન,વિજ્ઞાન,અભ્યાસની સાથેસાથે કલાનો સમન્વય કરીને

વિદ્યાર્થીને શ્રેષ્ઠ મનુષ્યરૂપે તૈયાર કરવો જોઈએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પણ એજ્યુકેશન સાથે વિવિધ કલા પરત્વે

પણ શિક્ષણ સાથે સાંકળીને નવા રૂપરંગ સાથે વિદ્યાર્થી કલાના રંગે ભણતાભણતા નખશીખ ભીંજાઈ જશે.

" શિક્ષણમાં જયારે કલા ભળે ત્યારે કલામય શિક્ષણ બને,અને જીવનકલા નિખરી ઉઠે છે. "

તૃષ્ણાબેન ટી. પર્વતીયા

    મારા વહાલા બાળ મિત્રો હું તમને કહેવા માગું છું કે શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી સમાન છે. શિક્ષણ એ ખરેખર આત્માનું ખોરાક છે. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે તો હાર ન માનવી અને શીખવાનું ક્યારેય પણ બંધ ન કરવું. જીવનમાં ક્યારેય બાળમિત્રો આળસ ન કરવી .આજનું કામ આજે જ કરો ,અને સકારાત્મક વિચારો ધરાવો. બાળમિત્રો સમય નું મૂલ્ય હંમેશા સમજો જીવનમાં સફળ થવા માટે હંમેશા મહેનત અને સખત પરિશ્રમ જરૂરી હોય છે .માટે હંમેશા મહેનત કરતા રહો. તમારી જાત ને પ્રેમ કરો. તમારામાં આત્મવિશ્વાસ રાખો અને તમારા સપનાને પૂર્ણ કરો. બાળમિત્રો યાદ રાખો કે પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. બાળ મિત્રો તમે જે છો તેના પર ગર્વ કરો અને તમે જે કાર્ય કરી રહ્યા છો તે સારી રીતે કરી શકો છો એવો દ્રઢ વિશ્વાસ રાખો તેમજ અન્ય લોકો ને પણ પ્રેરણા આપો અને જ્યારે કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો નહીં.તો પસ્તાવાનો વખત પણ આવી શકે છે.

    બાળમિત્રો હંમેશા નવી વસ્તુઓ શીખવાનો આગ્રહ રાખો ,જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે .હંમેશા પોતાના માટે સમય કાઢો પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો અને વધુ ને વધુ ખુશ અને આત્મવિશ્વાસુ બનો . મિત્રો તમારી નાની નાની સફળતાની ઉજવણી કરો એનાથી તમને વધુ મહેનત કરવાની પ્રેરણા મળશે. અંતે એટલું જ કહીશ કે તમારા લક્ષ્યો નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા રહો કારણ કે એનાથી જ તમારામાં આત્મવિશ્વાસ આપોઆપ વધતો જશે. બાળ મિત્રો તમારા માતા પિતા અને ભારત માતા ને તમારા પર ગર્વ અનુભવાય એવું કામ કરજો.

*" સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈપણ સાધન સામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે "*

મકવાણા વિધિબેન અનિલકુમાર

વ્હાલા વિદ્યાર્થી મિત્રો,

"પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યો નો જનક છે."

વર્ગખંડ માં જ સારા નાગરિકો નું ઘડતર થઈ શકે છે....... તે વાત સર્વ કોઈ સ્વીકારે છે. વર્તમાન સમય નવી પેઢીના વાણી, વર્તન અને કારકિર્દી માટેની બેદરકારી આપણને નિરાશ કરે તેવા છે.

ત્યારે એકમાત્ર આશા છે કે જો શિક્ષક ધારે તો બાળકના જીવન મૂલ્યોનું સિંચન કરી શકે.ગુણવત્તા યુક્ત કેળવણી જ સારા નાગરિકોનો ઘડતર કરી શકે તેમ છે. તે માટે વિદ્યાર્થીઓ ને આદર,પ્રોત્સાહન અને ઉત્તમ શિક્ષણ મળવું જ જોઈએ.....

શિક્ષણ પ્રત્યેની જાગૃતિ માત્ર "ટકા" નહીં પરંતુ "કેળવણી"ને મહત્વ મળે તેવી શિક્ષણ વ્યવસ્થા ની જરૂર છે સાથે વાલી સહીત જન સમાજ શિક્ષકો પ્રત્યે વિવેક આદર રાખે તેવી આશા.....

બાદલકુમાર એમ. પટેલ

પ્રિય વિદ્યાર્થી,

"શિક્ષણ એ તમારી જીવનયાત્રાનું સૌથી મજબૂત હથિયાર છે, જે દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે."

    તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. મહેનત અને અનુક્રમિત અભ્યાસથી તમે તમારી સફળતાની ઉંચાઈઓને સ્પર્શી શકો છો. જીવનમાં કોઈપણ સફળતા નાનકડા પ્રયત્નો શરૂ થાય છે. તેથી, તમારી તાકાત અને ક્ષમતાઓને ઓળખો, તમારી સમસ્યાઓથી ગભરાવશો નહીં, પરંતુ તેનાથી શીખીને આગળ વધો. સમય અમૂલ્ય છે, તેનુ યોગ્ય રીતે પ્રબંધન કરવું અને હંમેશા નવા જ્ઞાન માટે ઉત્સુક રહેવું ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે તમે કોઈપણ લક્ષ્ય મેળવી શકો છો. તમારા શિક્ષક તરીકે, હું હંમેશા તમારી સાથે છું અને તમારી સફળતા માટે પ્રાર્થના કરું છું. તમારું શ્રેષ્ઠ આપો અને તમારી મહેનતનો પુરસ્કાર જરૂર મળશે.

    શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાની કળા છે. આ કળાને શિસ્તથી મજબૂત બનાવવામાં આવે છે. શિસ્ત તમારી આદતોમાં શિસ્ત લાવે છે, સમયનું મહત્વ સમજાવે છે અને તમારું ધ્યેય હાંસલ કરવા માટેની ગતિશીલતા આપે છે. જો તમે શિસ્તપૂર્વક અભ્યાસ કરશો, તો તમારું શિક્ષણ ફળદાયી બનશે. શિસ્ત વિના શિક્ષણ અધૂરું છે, અને શિક્ષણ વિના શિસ્ત દિશાવિહિન છે. આ બંનેના મિશ્રણથી જ સફળતાની સીડી ચઢી શકાય છે.

જુહીબેન સી. સુવર

નિયમિત અભ્યાસ: દરરોજ થોડો થોડો સમય અભ્યાસ કરવો એ લાંબા સમય સુધી અભ્યાસ કરવા કરતાં વધુ અસરકારક છે.

* શાંત જગ્યા: અભ્યાસ માટે શાંત અને વિચલિત ન થાય તેવી જગ્યા પસંદ કરો.

* નોટ્સ બનાવો: પાઠ દરમિયાન નોટ્સ બનાવવાથી સમજણ વધે છે અને પરીક્ષાની તૈયારીમાં મદદ મળે છે.

* પ્રશ્નો પૂછો: જો કોઈ વાત સમજમાં ન આવે તો શિક્ષક અથવા મિત્રોને પ્રશ્નો પૂછવામાં અચકાશો નહીં.

પરીક્ષાના દિવસે સારું અને હળવું ભોજન કરો.

* સમયનું સંચાલન: પરીક્ષા દરમિયાન દરેક પ્રશ્નને સમાન સમય આપો.

* પ્રથમ સરળ પ્રશ્નો: પહેલા સરળ પ્રશ્નો ઉકેલો અને પછી મુશ્કેલ પ્રશ્નો પર ધ્યાન આપો.

સમયનું સંચાલન: દરેક વિષય માટે અલગ અલગ સમય નક્કી કરો અને તે મુજબ અભ્યાસ કરો.

* ગ્રુપ સ્ટડી: મિત્રો સાથે મળીને અભ્યાસ કરવાથી શીખવાની મજા આવે છે અને ચિંતા ઓછી થાય છે.

* સકારાત્મક લોકો સાથે વાતચીત: હંમેશા સકારાત્મક વિચારો ધરાવતા લોકો સાથે વાતચીત કરો.

* શારીરિક પ્રવૃત્તિ: રોજબરોજ થોડો સમય કસરત કરવાથી તણાવ ઓછો થાય છે.

* પૂરતો આરામ: રાત્રે પૂરતી ઊંઘ લેવી અને દિવસ દરમિયાન થોડો આરામ કરવો જરૂરી છે.

પરીક્ષા દરમિયાન શું કરવું:

* પ્રશ્નપત્રને કાળજીપૂર્વક વાંચો: સમગ્ર પ્રશ્નપત્રને એકવાર ધ્યાનથી વાંચી લો અને પછી જવાબ આપવાનું શરૂ કરો.

* સરળ પ્રશ્નો પહેલા ઉકેલો: સરળ પ્રશ્નો પહેલા ઉકેલવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

* અટકી જાઓ તો આગળ વધો: કોઈ પ્રશ્નમાં અટકી જાઓ તો તેને છોડીને આગળના પ્રશ્ન પર જાઓ.

* સમયનું પાલન કરો: દરેક પ્રશ્ન માટે નક્કી કરેલ સમયમાં જવાબ આપો.

યાદ રાખો: પરીક્ષા એ જીવનનો અંત નથી. તમારી શ્રેષ્ઠ કોશિશ કરો અને પરિણામને સ્વીકારો.

જયેશકુમાર ટી. શર્મા

પરીક્ષાથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરાય છે,વિદ્યાર્થીઓનાં માનસને પરિપક્વ કરાય છે,

વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય પરીક્ષાથી,એટલે પરીક્ષા ટાણે ખૂબ મહેનત કરાય છે,

મન વિદ્યાર્થીઓનું ભણતરમાં હોય કે નહીં,પરીક્ષા સમયે એ તો ચોખ્ખું જ વરતાય છે,

પાસ થઈશ કે નાપાસ થઈશની પળોજણથી,પરીક્ષાઓ પછી ખૂબ જ વ્યાકુળ થવાય છે,

પપરીક્ષા લેખિત,મૌખિક કે પછી હો પ્રાયોગિક,દિન-રાત એક કરી વિદ્યાર્થી કરે ગોખણપટ્ટી,

કોઈ પણ મહેનત નકામી નથી હોતી એ તો,પરિણામ પછી ચોખ્ખેચોખ્ખું જ વરતાય છે,

ભાર વિનાનું ભણતર કેળવાય જો દેશમાં,તો જ પરીક્ષા ચિંતામુક્ત બની અપાય છે,

સ્વરૂચિ અને આંતરિક શક્તિ ખીલવાય તો,વિદ્યાર્થીઓની પરીક્ષા ઉત્સવ બની જાય છે.

ભાવેશકુમાર જે. મોઢીયા

નમસ્તે

શિક્ષણ ની જરૂર શા માટે ?

👉આજના યુગમાં શિક્ષણ શા માટે તેની પાછળ જો આપણે જોવા જઈએ તો શિક્ષણ મેળવવા પાછળ ઘણા બધા કારણો હોય નોકરી માટે હોય, સારી નોકરી કરીને સારું જીવન જીવવા માટે હોય આ ઉપરાંત શિક્ષણ લેવાથી આપણામાં જાગૃતતા વધે છે આપણામાં સમજદારી વધે છે

👉શિક્ષણ એટલે લેવું પડે છે કે આજે આપણો દેશ આજે પણ દુનિયાનાં દેશોમાં પછાત ગણવામાં આવે છે આજે પણ આપણા દેશમાં અંધશ્રદ્ધા ચાલે છે કુરિવાજો છે વહેમો છે આ બધાને દૂર કરવા માટેનું સૌથી સારું માધ્યમ શિક્ષણ છે

👉આ ઉપરાંત શિક્ષણ એટલે લેવું પડે છે કે આજે એક શિક્ષણ લેવાથી વ્યક્તિમાં જાગૃતતા આવે અને પ્રામાણિકતા નો દર વધે આજે આપણે જોઈએ છે કે જ્યાં ત્યાં બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે બ્લેક મની વધી ગઈ છે પ્રામાણિક માણસની જ્યાં ત્યાં બધે અછત ઊભી થઈ ગઈ છે આજે સારો નાગરિક બનવા માટે પણ શિક્ષણની જરૂર છે સારા નાગરિકની જરૂર એટલા માટે છે કે આજે દેશના વિકાસનો આધાર નાગરિકોના વિકાસ પર છે જો નાગરિકોને સારો વિકાસ નહીં થાય ,એમનામાં કૌશલ્યનો વિકાસ નહીં થાય તો આપણો દેશ વિશ્વના દેશોમાં ક્યારેય પણ આગળ પડતું સ્થાન મેળવી શકશે નહીં.

👉આપણે જોઈએ છે કે સારા હોદ્દા ઉપર, જાહેર નોકરીઓમાં ,ખાનગી નોકરીઓમાં આજે જ્યાં ત્યાં બધે ભ્રષ્ટાચાર ચાલે છે છેતરપિંડી ચાલે છે ન્યાયતંત્ર પરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે એટલે મારા હિસાબે સૌથી સારું શિક્ષણ લેવાનું એક કારણ સારો નાગરિક બનવું જરૂરી છે નાગરિક તરીકે જો આપણો સારો વિકાસ થાય તો માનવ જીવન તરીકેની આપણી બધી જ જરૂરિયાતો સારી રીતે આપણે પૂરી કરી શકીએ એક સારું જીવન જીવી શકે.

👉શિક્ષણ એટલે પણ લેવું પડે છે તેનાથી આપણી સમાજમાં એક સારી છાપ ઊભી થાય આજે આપણે જોઈએ છે કે સમાજમાં બધી બદીઓ ખૂબ છે લોકો વ્યસનમાં પડેલા છે અંધશ્રધ્ધામાં પડેલા છે આ બધાને દૂર કરવા માટેનું અસરકારક માધ્યમ એટલે શિક્ષણ છે જો બાળકોને સારૂ શિક્ષણ આપવામાં આવે તે માટે શિક્ષણ આપવા માટે એની આગળ શિક્ષક તરીકે પણ આપણે જો સારી રીતે વર્તીએ ,જરૂર પડે તો શિક્ષાનો પણ ઉપયોગ કરીએ પણ એના માટે શિક્ષકમાં પણ એવા ગુણો હોય કે બાળક શિક્ષક થી આકર્ષિત થાય શિક્ષકનું વક્તવ્ય એવું હોવું જોઈએ એના પાસે એના વિષયનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, નિરવ્યશની હોવો જોઈએ એ શિક્ષકનું મહત્વનું પાસું છે જો આપણે બાળકને ભવિષ્યના સારા નાગરિક બનાવવા હોય અને રાજ્યનો, સમાજનો કે દેશનો વિકાસ કરવો હોય તો એની શરૂઆત શિક્ષકે જ કરવી પડશે શિક્ષક પોતાના વિષય દ્વારા બાળકોમાં સારી એવી શક્તિનો વિકાસ કરી શકે છે બાળકને સાચા માર્ગે વાળી શકે છે અને એ શિક્ષક કરી શકે ,પણ ક્યારે કરી શકે જ્યારે શિક્ષક પણ પોતાના હોદ્દા માટે પ્રામાણિક હોય વફાદાર હોય ત્યારે તે પોતાનો અને સાથે સાથે બાળકોનો પણ સારા નાગરિક બનવા માટેનો વિકાસ કરી શકે છે.

આમ મારી દ્રષ્ટિએ જોઈએ તો શિક્ષણ લેવા પાછળનું બાળકોનો મુખ્ય હેતુ એક સારા નાગરિક બનવા માટેનો હોવો જોઈએ જો બાળક એ દિશામાં આગળ વધશે તો શિક્ષણની સાથે સાથે તે પોતાનો વિકાસ કરશે રાજ્યનો ,સમાજનો, દેશનો આ બધી રીતે વિકાસ કરી શકશે એટલે સૌથી પહેલું પાસુ સારો નાગરિક બનવું એનો અર્થ બાળકમાં સારા સંસ્કારો હોવા જોઈએ બાળકમાં શિસ્તનો અમલ કરાવો જોઈએ બાળક વ્યસનથી દૂર રહે પ્રામાણિક બને એ બધી બાબતો કેળવાય અને એ કેળવવા માટે તેને શિક્ષણ આપવું જરૂરી છે

રેખાબેન આર. બારીઆ

*શાળા એટલે શું ?*

    ભણવાનું સ્થળ કે પછી તેનાથી વધારે ખરું ? આપણને જ્યારે કોઈ પૂછે કે તમને કયા ક્ષેત્રમાં કામ કરવું ગમે ? ત્યારે આપણે કાર્યક્ષેત્ર વિશેની આપણી શરતોનો ઢગલો કરી દેતા હોઈએ છીએ.જેમ કે હું મુક્તપણે અને મુકતમને કાર્ય કરી શકતી હોઉં,આજે કયું કામ કરવું અને કયું કામ બીજું કરું તે હું પોતે જ નિર્ણય કરી શકતી હોઉં *वसुधैव कुटुम्बकम्* ની ભાવના સાથે મારા બધા જ સહ કર્મીઓ મને પૂરેપૂરો સહકાર આપતા હોય તેમજ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન મળી રહેતું હોય તે પણ અવાજના ઊંચા નીચા આરોહ અવરોહ વિના ટૂંકમાં મને મારું કામ મારી ગતિએ અને મારા સ્વભાવે કરવા મળતું હોય અને તે પણ કોઈ પ્રકારના ડર વિના તેવું પર્યાવરણ ધરાવતું કાર્ય ક્ષેત્ર એ મારો જવાબ હોઇ શકે... ભૌગોલિક શાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો " મુક્ત મને હરીફરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોય તો તેને જ તે પ્રાણીનું અભ્યારણ્ય કહેવામાં આવે છે."આપણે પણ આપણું કામ સારી રીતે કરી શકીએ તે માટેનું ઉપર મુજબના પર્યાવરણ ધરાવતા સ્થળનું જે વર્ણન કર્યું તેને જો એક શબ્દમાં કહેવું હોય તો *અભય + અરણ્ય = અભ્યારણ.*

    ત્યારબાદ બાળકોની વાત કરીએ તો જો પ્રાણીઓ માટે આપણે આટલું બધું વિચારતા હોઈએ તો શું બાળકો માટે આપણે આવું કંઇક ન કરી શકીએ શાળાને બાળ અભ્યારણ તરીકે સંબોધી શકીએ. *अभयं मित्रादभयममित्रादभयं ज्ञातादभयं परोक्षात्। अभयं नक्तमभयं दिवा नः सर्वा आशा मम मित्रं भवन्तु ।।* સાથે શાળાના વાતાવરણ કે વર્ગખંડના વાતાવરણને પણ અભય બનાવી શકીએ.એક એવું વાતાવરણ જ્યાં બાળકને અશિસ્તાના નામે પોતાનો શિકાર થશે.તેવો તેનામાં ભય ન હોય.વિષયોના વાડા કે એકમોની ઝાડીમાં ફસાઈ જવાની તેને બીક ન હોય.અહી મને જે ગમશે તે થશે.મારામાં ન કોઈની કનડગતા હોય ન કે મારા માટે કોઈ પગદંડીઓ નિશ્ચિત હોય મારા માટે ચાલવાની, ઉડવાની, કૂદવાની દરેક બારીઓ ખુલ્લી હશે.તેવો તેનો શાળા પર્યાવરણ પર વિશ્વાસ હોય.બાળકને આવા પર્યાવરણ સાથેના અરણ્યના એહસાસથી જ શાળાઓ પોતાને સાચા અર્થમાં *બાળ - અભ્યારણ* તરીકે સાબિત કરી શકસે.

શૈશવકુમાર એન. કડિયા

*"વર્ગખંડ નું શિક્ષણ એ મારે મન વ્યાસપીઠથી પણ વધારે છે"*

    શિક્ષણ એ પુસ્તકમાં રહેલી માહિતી જ નહીં શિક્ષણ દ્વારા દરેક પરિસ્થિતિમાં સમાયોજન કરતાં શીખવું. બાળકોને કોરી સ્લેટ જેવા મનને વિચારતા કરવા અને આવેલા વિચારોને યોગ્ય દિશામાં વાળવા તે શિક્ષણ છે. બાળકોને વિચારોના વૃંદાવનમાં લઈ જવા અને યોગ્ય દિશામાં વાળવા આજના યુગમાં અતિ આવશ્યક છે. આજના શિક્ષણ માં ભણતર પર ભાર મૂક્યો છે; પરંતુ મારા મતે ભણતર અને ગણતર બંને આવશ્યક છે. બાળકોને પુસ્તકિયા જ્ઞાન કરતાં વ્યવહારિક જ્ઞાન અતિ આવશ્યક છે. બાળક અનુકરણથી નવુ નવુ શીખે છે તેથી શિક્ષક એ વિદ્યાર્થીના મનનો પ્રથમ હીરો હોય છે. તેથી આપણો વેશ, પહેરવેશ, ભાષા અને આચરણ ની સીધી અસર બાળક પર થાય છે.

    શિક્ષણના દરેક મુદ્દાને સરળ રીતે બાળકને સમજવા તે કલા છે, આ કલા જ્યારે હસ્તગત થાય તો જ શિક્ષક સફળ ગણાય અને સાચા શિક્ષણનો અર્થ સાર્થક થાય.